તલોદ તાલુકાના પુંસરી ખાતે આવેલ સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી દ્વારા ચાલતાં રામ રોટી ટિફિન સેવા પુંસરી અને આસપાસના વિસ્તારોમાં 34 જેટલાં લાભાર્થી ઓ ને ટિફિન સેવા પુરી પાડવાની સાથે સાથે આરોગ્યલક્ષી સેવાઓ અને લાભાર્થી કુપોષણ નો ભોગ ન બંને તે ધ્યાનમાં રાખી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ પુંસરી દ્વારા રામ રોટી ટિફિન સેવાના લાભાર્થી ઓ ને દિવાળી ના તહેવારો ને ધ્યાનમાં રાખી દરેક પુરુષ લાભાર્થી ને બ્રાન્ડેડ કપડાં ની એક જોડતેમજ મહીલા લાભાર્થીને સાડી ચણીયો અને બ્લાઉઝ સાથે એક જોડ ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન નરેન્દ્રભાઇ પટેલ ટ્રસ્ટી લીલાબેન પટેલ , મોડાસા કોલેજના કેમ્પસ ડાયરેકટર સંતોષ દેવકર મોડાસા ના અગ્રણી અમીત કવિ , ડો મુકેશ પટેલ સહિત ગામ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા
