નવરાત્રી આ પર્વ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દશેરો ત્યાર બાદ શરદ પૂર્ણિમા આ દિવસે માતાજી ના ગરબા ના રસિકો ગરબા ગાવા નું ચૂકતા નથી ત્યારે અરવલ્લી જિલ્લા ના મોડાસા ની માલપુર રોડ ઉપર આવેલ ઓમનગર સોસાયટી માં આજે શરદ પૂર્ણિમા ના દિવસે ગરબા નું આયોજન કરવા માં આવ્યું હતું તેમાં સોસાયટી ના પ્રમુખ.સુરેશભાઈ ભાટિયા અને તેમની ટીમ દ્વારા સાંજે ભોજન બાદ ગરબા નો પોગ્રામ રાખવા માં આવ્યો હતો જેમાં મહિલા તથા પુરુષો.અને બાળકો ગરબા માં જોડાયા હતા અને રાત્રે 12 કલાકે દૂધ પૌવા નો પ્રસાદ લઈ સોસાયટી ના રહીશો છૂટા પડ્યા હતા.
