મેઘરજ ના કંભરોડા ગામે તાજેતરમાં જ લકુલીશ યોગશ્રમ શરૂ કરાયો છે જ્યાં વડોદરા કાયાવરોહણ ખાતે આવેલ લકુલીશ યોગશ્રમના મહંત પ્રીતમ મુનિજી ની અધ્યક્ષતામાં ટ્રસ્ટ બનાવી ને ભજન સત્સંગ અને ભોજન પ્રસાદની આશ્રમ ખાતે વ્યવસ્થા કરાઈ છે. ત્યારે કંભરોડા લકુલીશ યોગશ્રમ ખાતે પ્રમુખ વિનોદ એસ પંડ્યા અને ટ્રસ્ટીગણના પ્રયત્નોર્થ દાતા દ્વારા રામ ખીચડીનો પ્રારંભ કરાયો. દર શનિવારે બપોરે 12 કલાકે આ આશ્રમ ખાતે જરૂરિયાત મંદ લોકોને રામ ખીચડીનું ભોજન વિના મૂલ્યે આપવાની શરૂઆત કરાઈ છે. આ ઉમદા કાર્ય શરૂ કરવા માલપુરના દાતા અશોક જોશી દ્વારા બે લાખ એકાવન હજારનું દાન આપીને રામખીચડીનો પ્રારંભ કરાયો છે.

સમગ્ર કાર્યક્રમમાં આશ્રમના મહંત પ્રીતમ મુનિજીએ આશીર્વચન પાઠવ્યા હતા. સમારંભના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ, સાબરકાંઠા બેન્ક ડિરેક્ટર અને જિલ્લા ભાજપના ભીખાજી ઠાકોર, માલપુર તા.પં પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા, તા.પ.પૂર્વ પ્રમુખ મહેશ ડી પટેલ ,લકુલીશ યોગશ્રમ ના તમામ ટ્રસ્ટીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.