અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકના હાર્દસમા રહેણાંક વિસ્તારમાં શ્રી ઉમિયાનગરમાં નવલી નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.આઠમના પવિત્ર પાવન દિને ભકિતભાવ પુર્વક ભક્તિભાવ સાથે માંઈ-ભકતો ધ્વારા સમુહ આરતી યોજાઈ હતી.બોમ્બે ચોપાટી તરફથી ‘માંઈ ભક્તો’ ને આઈસક્રીમ ખવડાવી સૌ કોઈ ને ખુશ કર્યા હતા.ભિલોડાનગરના સૌ દાતાઓને મંડળ દ્વારા સ્વાગત કરી સન્માનિત કર્યા હતા.નવરાત્રીનું સફળ સંચાલન પ્રમુખ હર્ષદભાઈ સોની, મંત્રી કમલેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ અનિકેતભાઈ પટેલ, પિનાકીનભાઈ, પુષ્કરભાઈ, પ્રફુલભાઈ, મિતેશભાઈ, કિરણભાઈ, દિલીપભાઈ, વિકાસભાઈ, મયુરભાઈ, મનોજભાઈ, ભાવેશભાઈ, રાજુભાઈ, સુરજભાઈ, મહાવીરભાઈ સૌ મંડળના સભ્યોએ જહેમત ઉપાડી હતી.નવલી નવરાત્રી શાંતિમય રીતે શાંતિપુર્ણ માહોલમાં પરીપૂર્ણ થઈ હતી.સૌ દાનવીર દાતાઓએ સાથ, સહકાર, આપ્યો છે તે નામી – અનામી સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
