એન.આર એ. વિદ્યાલયના પંટાગણમાં ઉજવાયોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે ભિલોડા તાલુકાના કુલ. 21 – મંડલમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહી સંચલન ભિલોડા શહેરના મુખ્ય રાજમાર્ગો તેમજ રહેણાંક સોસાયટી વિસ્તારોમાંથી નિકળી એન.આર.એ. વિદ્યાલયના પંટાગણમાં પહોચી સભા સ્વરૂપે એકઠા થયા હતા.ભિલોડા તાલુકા સંઘચાલક હસમુખભાઈ પટેલ, અતિથિ વિશેષ પ્રકાશગીરી મહારાજ ઋષિ આશ્રમ – હરદાસપુરવાળા એ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું.વક્તા નરેન્દ્રભાઈ પટેલ જનજાતિ કલ્યાણ આશ્રમ, ગુજરાત પ્રાંત મહામંત્રીનું વર્તમાન સ્થિતી અનુરૂપ સંઘના પાંચ આયામ સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરીક કર્તવ્ય, પર્યાવરણ, સ્વદેશી ઉપર બૌધિક રહ્યું હતું.કાર્યક્રમના અંતમાં સૌ સ્વયંસેવકો દ્વારા શસ્ત્ર પૂજન થયું હતું.સમગ્ર કાર્યક્રમ તાલુકા કાર્યવાહ સુરજભાઈ પટેલ સહિત સંઘના તમામ સ્વયંસેવકો દ્વારા રહ્યો હતો.
