ભારત રાષ્ટ્ર વિવિધ સંસ્કૃતિ થી ભરેલ રાષ્ટ્ર છે વિશ્વભરમાં દયા ક્ષમા કરુણા આખા વિશ્વને એક કુટુંબ રીતે જોઈને ચાલનારો રાષ્ટ્ર છે વસુદેવ કુટુંબમ યુક્તિને સાર્થક કરનાર રાષ્ટ્ર છે અત્યારે મા શક્તિનું નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે તેમાં આઠમ ની નવરાત્રી એ યજ્ઞ કરવામાં આવે છે તેમાં કરેલું દાન વિશિષ્ટ દાન ગણવામાં આવે છે
જાયન્ટ્સ મોડાસા ના ઉપપ્રમુખ ભગીરથ કુમાવત પરિવાર ના સહયોગથી મોડાસાની દિવ્યાંગ શાળા ના બાળકોને આઠમના નોરતા નું પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર,પ્રદીપભાઈ ખંભોળજા, ધર્મેન્દ્ર ત્રિવેદી, કલ્પેશ પંડ્યા, પત્રકાર નીતિન ગુર્જર કલ્પેશ ત્રિવેદી વગેરે હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું
