મા આદ્યશક્તિની આરાધનાનો પાવન પર્વ એટલે નવલી નવરાત્રિ જેની સમગ્ર રાજ્યમાં ભક્તિભાવ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર પોતાના વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ગામોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહી માતાજીની આરતી પૂજન કરી ગરબે ઘૂમ્યા હતા.

જેમાં કડાણા તાલુકાના ડીટવાસ, અમથાણી, ડોડીયા, તલવાડા,રણકપુર,પાણીયા,સાલિયાબીડ, દાદુવાળી બીડ, સાદવડા પાટિયા,વાગડવાડા,ઝિંઝવા,ખાખરિયા, લાડપુર તેમજ સંતરામપુર તાલુકાના ચિતવા તેમજ બુગડ સહિત અનેક ગામોમાં આયોજિત નવરાત્રી મહોત્સવ માં પહોંચી ખેલૈયાઓને શુભેચ્છા પાઠવી માતાજીની આરતી પૂજા કરવામાં આવી હતી.