નવરાત્રી એટલે શ્રદ્ધા ભક્તિ. અને આસ્થાનું પ્રતીક અરવલ્લીના મોડાસાના ભાવસારવાડા ચોકમાં છેલ્લા 68 વર્ષથી અવિરતપણે નવરાત્રી મહોત્સવનુ ઝાકમઝોળ રીતે ઉજવાય છે અહીંયા સમગ્ર ભાવસાર સમાજની મહિલાઓ કીશોરીઓ અને બાળકો ભાતીગળ રીતે અવનવા પરિધાનમાં તૈયાર થઈને ડીજેના તાલે અવનવી સ્ટાઇલોમાં ગરબે રમતી નજરે પડે છે આ નવરાત્રી મહોત્સવ દરમિયાન સમગ્ર ભાવસાર સમાજના જ્ઞાતિજનો અહીંયા એકઠા થાય છે મોડી રાત્રે માતાજીની શ્રદ્ધા અને ભાવપૂર્ણ રીતે આરતી ઉતાર્યા બાદ દરરોજ ચા નાસ્તાનું આયોજન હોય છે સમાજના જ્ઞાતિજનોને એક થઈને ગરબે રમતા અને ભેગા થતા જોવાનો લ્હાવો અનેરો હોય છે.
