ગુજરાતમાં અને ભારતભરમાં માતાજીના નવરાત્રી નો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમાં મુક-બધીર બાળકો કેમ બાકાત રહી શકે તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ લાયન્સ ક્લબ દ્વારા ચાલતી બહેરા મૂંગા શાળાના બાળકોને આજરોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી ડીએસપીશ્રી તથા મોડાસાના જાણીતા ડોક્ટરો તેમજ બિલ્ડરોએ તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને આ સંસ્થાના ટ્રસ્ટીઓએ પણ આ મુકબધિર બાળકો સાથે ગરબી ઘુમી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું એવામાં સરડોઈ ગામના દાતાશ્રી ઈશ્વરચંદ્ર ભાવસાર જેમને આ દ્રશ્ય જોઈ બહુ ભાવુક થયા હતા અને ત્યાં મંચ ઉપર બેઠેલ હતા ત્યાં તેમને આ મુકબધિર એક બાળકીને દત્તક લેવાનું પણ નિર્ણય લઈ લીધો જે સર્વે ટ્રસ્ટીઓ તથા અરવલ્લી જિલ્લાના કલેક્ટર અને મંચ પર બેઠેલા મહાનુભાવો એ આ નિર્ણયને વધાવી લીધો હતો ત્યારે આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે ડો ટી,બી,પટેલ ડો જીતૂભાઈ પટેલ તથા બિલ્ડર અને દાનવીર ભામાશા એવા કમલેશ પટેલ તથા આ ટ્રસ્ટમાં રહેલ ભાવેશભાઈ જયસ્વાલ તેમને તથા આ સંસ્થાના સ્ટાફગણે મોટી જહેમત ઉઠાવી હતી
