*અરવલ્લી જિલ્લાના મોડાસામાં લાયન્સ કલબ ઓફ મોડાસા દ્વારા શહેરની વિવિધ 7 જેટલી નવરાત્રી મહોત્સવના આયોજકોને પ્રોત્સાહન આપવા મોમેટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી.જગત જનની મા અંબાના આરાધનાનો પર્વ નવરાત્રિમાં મોડાસામાં વિવિધ સ્થળોએ આયોજકો દ્વારા ખેલૈયાઓને ગરબા રમવા માટે ભવ્ય આયોજન કરી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લાયન્સ કલબ ઓફ મોડાસા દ્વારા વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરી રહ્યા છે ત્યારે મોડાસાની રામપાર્ક અરવલ્લી નવરાત્રી, કુમકુમ શ્રી અર્બુદા રંગતાળી મહોત્સવ,કચ્છ કડવા પાટીદાર નવરાત્રી, ઉમિયા મંદિર નવરાત્રી,, આનંદપુર કંપા નવરાત્રી,જલ દર્શન સોસાયટી નવરાત્રીના આયોજકોને લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ,મંત્રી નિરવભાઈ ચૌહાણ,ચેરમેન પરેશભાઈ શાહ,લાયન્સ રામભાઈ પટેલ,ગીરીશભાઈ પટેલ, ભાવેશભાઈ જયસ્વાલ, નવીનભાઈ પટેલ,સુરેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ,પ્રવીણભાઈ પરમાર, નિલેશભાઈ પરમાર,લાયન્સ ક્લબના તમામ સભ્યો ઉપસ્થિત રહીને 7 નવરાત્રી મહોત્સવનાઆયોજકોને સ્થળ પર જઈને મોમેન્ટો અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
