ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ સર્ટિફિકેટ પોતાના નામ વાળા મેળવતા અરવલ્લી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં અરવલ્લી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામકશ્રી નિધિ જયસ્વાલ તેમજ કચેરીના તમામ કર્મચારીઓએ દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન, બંધારણીય મૂલ્યોનું જતન કરવા, ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા સહિતના સંકલ્પો થકી દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથીhttps://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.જેમા જિલ્લા માહિતી કચેરીના અધિકારીશ્રી અને કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પોતાના નામ વાળું મેળવ્યું હતું તેમજ અન્યોને પણ ઓનલાઇન પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ મેળવી સોશિયલ મીડિયા પર ચડાવવા અનુરોધ કર્યો હતો.
