- અરવલ્લીના મોડાસામાં કલ્યાણ ચોકમાં સોસાયટી નગર વિકાસ મિત્ર મંડળ નવરાત્રી મહોત્સવમાં ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમતા નજરે પડે છે મોડી રાત્રીસુધી ગરબાની રમઝટ જામે છ

ભલકાઓ કિશોરીઓ મહીલાઓ અવનવા ડ્રેસમાં નવી નવી સ્ટાઇલોમાં ગરબે રમતી નજરે પડે છે સમગ્ર નગરમાં એકમાત્ર અહીંયા ભાતીગળ ગરબાઓ સુંદર તાલમાં ગવાતા જોવા મળે છે જે માતાજીનું આસ્થાનું પ્રતીક બની રહ્યા છેસોસાયટી નગર વિકાસ મિત્ર મંડળના આયોજકો પ્રમુખ પ્રવીણ પ્રજાપતિ ઉપપ્રમુખ મનન ઉપાધ્યાય અતુલ ભાટિયા સંજય ભાવસાર (બુલેટ) કેતન ત્રિવેદી મિતુલ શુક્લ સંજય ભાવસાર (લાલજી) વગેરે આયોજકોએ સુંદર આયોજન કરેલ છે ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવે છે.