મોડાસા ખાતે આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, ગરબા કાર્યક્રમ માં મોટી સંખ્યા માં વાલીઓ પોતાના બાળકોને લઈને હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ર્ડા. રાકેશ રંજન અને પોદાર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
