મેઘરજ શણગાલ ની વિવિધ જૂથ શાળા માં ભણતાં બાળકો સાથે સર પી. ટી. સાયન્સ કોલેજ ના અઘ્યાપક પ્રો.ડૉ મનોજ ગોંગીવાલા એ પ્રવચન બાદ ગણવેશ અને ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કર્યું
શ્રી એમ.એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના અઘ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા અને રાજેન્દ્રસિંહ પરમાર એ ગામ ના સરપંચ અને વાલીઓ ની ઉપસ્થિતિમાં શણગાલ ની ગાંઘી શાળામાં પ્રેરણાત્મક પ્રવચન, સ્માર્ટ વ્યુ બોર્ડ પર ભજન, પ્રાર્થના, વાલી ઓની હાજરી માં બતાવી પ્રશ્નોત્તરી કરી તમામ બાળકો માટે ગ્લુકોઝ બિસ્કિટસ્ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે ગણવેશ વિતરણ કરી જૂથ શાળા માટે ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ શાળા ના આચાર્ય શ્રી રણજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું. શાળા ની બાળા વીણા એ માતાજી ની સ્તુતિ, ગરબાની રમઝટ કરી.
ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં 900 થી વધુ ચર્ચાઓ રાજ્ય અને રાજ્ય બહાર કરી, 27 લાખ થી વધુ Parle G બિસ્કિટસ્ સાથે જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા ડૉ.મનોજ પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.

Thank you sir