શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલના પવિત્ર પરિસરમાં નવરાત્રીના ત્રીજા નોરતે “ગરબા મહોત્સવ” ના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને શાળા પરિવાર ઉત્સાહભેર જોડાયો. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલૈયાઓને આ પ્રસંગે પ્રોત્સાહિત કર્યા હતા. ખેલૈયાઓના ઉત્સાહને વધારતા, પ્રત્યેક ખેલૈયાઓને પેનની લહાણી આપવામાં આવી હતી. અને દરેક પ્રવાહ પ્રમાણે એક થી ત્રણ નંબર તારવી તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા ગ્લુકોન-ડી પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેડીકલ ટીમને પણ ઉપસ્થિત રાખવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રી એમ.આઈ.જોષી સાહેબે ગરબા મહોત્સવમાં સહભાગી સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
