પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામનો યુવાન પોતાના ઘરેથી નવરાત્રિ જોવા જાઉ છુ તેમ કહીને બાઈક લઈને બુધવારે સાંજે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ મોડી સાંજ સુધી પોતાનો દીકરો ઘરે પરત નહી ફરતા પરિવારજનો ચિંતા કરી રહ્યા હતા. ત્યાર બાદ પરિવારના સભ્યોએ પોતાના દીકરાની શોધખોળ હાથ ધરી હતી.

જ્યારે પોતાના ઘરેથી જે બાઈક લઈને ગયો હતો તે બાઈક ગોધરા તાલુકાના કાબરીયા પાસે પસાર થતા નર્મદા કેનાલના ગેટ પાસે મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. ત્યાર બાદ પરિવારજનો દ્વારા કાંકણપુર પોલીસમથકે ફરિયાદ કરવામાં આવી હતી.આ બનાવ અંગે પરિવારને જાણ થતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. આ. બીજી બાજુ સ્થાનિક તરવૈયા દ્વારા ગોધરા તાલુકાના કાબરિયા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં પિયુષ ની શોધખોળ શરુ કરવામા આવી હતી. જ્યારે પિયુષે નર્મદા કેનાલના ગેટ પાસે કેમ બાઈક મુકી જતો રહ્યો છે. જેના કારણે પરિવારજનો પણ ચિંતાની સાથે દ્વિધામા મુકાઈ ગયા હતા અને ગુમ થનાર પિયુષ એકનો એક પુત્ર છે. ત્યારે આજે વહેલી સવારે થર્મલ પાસે આવેલ પડાલ ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પિયુષકુમાર પગીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોખની લાગણી પ્રસરી જવા પામી હતી.