ભિલોડા તાલુકાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ. 04/10/24 ને શુક્રવારના રોજ ટાકાટૂકા હાઈસ્કુલમાં ધારાસભ્ય પી.સી.બરંડાની અધ્યક્ષતામાં અને ઉદ્ઘાટક ડો. ઉષાબેન ગામીતની હાજરીમાં યોજાયો હતો.ભિલોડા તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ટોરડામાં શિક્ષણ, સંસ્કાર, સેવા, શિસ્ત અને સમર્પણ ભાવ સાથે હંમેશા કાર્યરત શ્રી નવજીવન વિદ્યાલય, ટોરડાના બે બાળ વૈજ્ઞાનીકો હેલી પટેલ, યશ્વી અસોડા એ વિજ્ઞાન – ગણિત પ્રદર્શનમાં વિભાગ-4માં ગાણિતિક નમુનાઓમાં ગણિતમાં પાસ થવું સરળ, નાપાસ થવું કઠિન કૃતિમાં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી પરીવાર, શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે.તૈયાર કરનાર શિક્ષક રવિ શર્મા અને બાળ વૈજ્ઞાનિકોને શાળાના આચાર્ય પિનાકીન પટેલ, ટ્રસ્ટીઓએ બિરદાવી જિલ્લા કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
