મેઘરજમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું ગુજરાતમાંદરવર્ષે૨ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત નોર્મલ અને વિસ્તરણ કચેરી દ્વારા વન વિભાગના કર્મચારીઓ દ્વારા બાઈક રેલીનું કરેલું આયોજન કરી મેઘરજ નગર ૧૦૦% પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સૂચન અને સૂત્રોચ્ચાર કરી મેઘરજની પ્રજાને સંદેશો પાઠવ્યો હતો. આ રેલીમાં મેઘરજ વિસ્તરણના આરએફઓ એમ જે દોમડા અને નોર્મલ રેન્જના આર એફઓ જે કે ડામોર તેમજ વન વિભાગના ફોરેસ્ટર તથા બીટગાડૅ સહિતના વનકમીઓ જોડાયા હતા.
