મોડાસા તાલુકાના પાહડપુર ચોપડા ગામના તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ આતંક મચાવનાર દીપડાની પાંજરે પૂરવાની માંગ સાથે કલેકટર અને ફોરેસ્ટ વિભાગ ને આવેદન આપ્યું.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી ચોપડા વિસ્તાર જંગલ વિસ્તારનું બકરા અને અન્ય જીવોનું મરણ કરેલ હોય ત્યારે ગામ લોકો ભયભીત બની આજરોજ અરવલ્લી જિલ્લા કલેકટર અને ફોરેસ્ટ વિભાગના જિલ્લા ના અધિકારીઓને મોટી જાનહાની ટળી એ અનુસંધાને દીપડાને પાજરે રે પૂરે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.પૂર્વ સરપંચ વિક્રમસિંહ ઠાકોરના અનુસાર આ વિસ્તારના લોકો ઢોર ચરા વા જાય, જંગલમાં બર્તન અર્થે લાકડા કાપવા જતા લોકોને આ જંગલી જાનવર મોટી જાનહાની કરે તેનો જવાબદાર કોણ?? વારંવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ નું પેટનું પાણી પણ હલતું નથી તેવા આક્ષેપ સાથે જિલ્લા કલેકટર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું હતું..
