ગાંધી જયંતી નિમિત્તે અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા માં મીની રાજઘાટ તરીકે જાણીતા મહાત્મા ગાંધીજી ની સમાધિ સ્થળ એટલે મહાદેવ ગ્રામ બાકરોલ ગામ માં આવેલી છે.ગાંધીજી ના જન્મ દિવસ ની ઉજવણી નિમિતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત યોગ સંવાદ યોજી સાચી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી. વ્યસન મુક્તિ અભિયાન માં પૂર્વ સાસંદ મહેન્દ્રસિંહ ચૌહાણ, મોડાસા મામલતદાર શ્રી, બાજકોટ ગુરૂગાદી મંહત ધનગીરી મહારાજ,બાકરોલ ગામ ના સરપંચ શ્રી,જીવદયા પ્રેમી નિલેશભાઈ જોષી,સર્વ શિક્ષા અભિયાન મિશન ના કો ઓર્ડીનેટર શ્રી અમિત ભાઈ કવિ,જાયન્ટ ગ્રુપ પ્રવીણ ભાઈ પરમાર, રોટરે ક્લબ ના પ્રમુખ એમ.કેપટેલ,જાયન્ટ પ્રવીણ પરમાર વિનોદભાવસાર,ઝોન પ્રચારક ધનાભા, અરવલ્લી જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્ર મકવાણા તથા યોગી ભાઈઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
