સરડોઈગામનાજુદા જુદા ક્ષેત્રો માં સમાજસેવા કરનારા ત્રણ સેવકોનું જયપુર (રાજ.)ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. તા 29ના રોજ જ્ઞાન વિહાર ખાતે આંતર રાષ્ટ્રીય મૈત્રી સંમેલન માં સરડોઈ ના દાન શ્રેષ્ઠી ઈશ્વરચંદ્ર પી. ભાવસાર, શિક્ષણવિદ મયુરભાઈ મોતીભાઈ નાયક, સંગીતજ્ઞ હરેશભાઈ આર. નાયક નું ભવ્યા ફાઉન્ડેશન ના આદ્યસ્થાપક શૈલેન્દ્ર માથુર, નિર્દેશક નિશા માથુરે સન્માનપત્ર, ટ્રોફી, મેડલ અર્પણ કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સમારંભ ના અતિથિ વિશેષ ઈશ્વરચંદ્ર ભાવસારે દાતા તરીકે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કલાકારોને સ્મૃતિભેટ આપી હતી. યોગાનુયોગ આ પ્રસંગે સરડોઈ ના લોકકલા રત્ન એવોર્ડ વિજેતા મોતીભાઈ બી. નાયકે ઉપસ્થિત રહી ત્રણે મહાનુભાવોની સેવાઓને બિરદાવી અભિવાદન કર્યું હતું.
