Wednesday, July 9, 2025
spot_img
HomeNewsગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારાઅરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે વિશ્વ હૃદય દિવસની...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારાઅરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી

યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત યોગ શિબિર નું આયોજન શ્રી એચ. એલ.પટેલ વિદ્યાલય મોડાસા માં ભવ્ય ઉજવણી કરવામાં આવી. નિષ્ણાત યોગાચાર્ય દ્વારા હૃદયની દેખભાળ તથા હાલ એટેક ન આવે તે માટે યોગિક ઉપાયો યોગાસન, પ્રાણાયામ કરવામાં આવ્યા હતા નિષ્ણાંત કાર્ડિયો લોજિસ્ટ દ્વારા હૃદય રોગ ના જવાબદાર કારણો ની વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આર્યુવેદિક ડોક્ટર દ્વારા આહારમાં ધ્યાનમાં રાખવાની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી તરફથી સી.પી.આર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અરવલ્લી જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદય રોગને સંબંધિત જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો યોગિક ઉપાયો થકી હૃદય રોગ ને અટકાવવા માટેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી પ્રકાશભાઈ કલાસવા રમતગમત અધિકારીશ્રી, ડો. હરિભાઈ પટેલ ઉપપ્રમુખ કેળવણી મંડળ, ડો. કશ્યપભાઈ પટેલ મંત્ર આયુર્વેદિક હોસ્પિટલ, નવીનભાઈ પટેલ રામાણી બ્લડ બેન્ક, પ્રોફેસર રોહિતભાઈ પ્રજાપતિ યુવા પ્રભારી અધ્યક્ષ ,મોહનભાઈ પટેલ આર.એસ.એસ સંચાલક, ભરત ભાઈ પરમાર ઈન્ડિયન રેડ કોર્સ સોસાયટી ચેરમેન ,કંચનબેન પટેલ શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય સુપરવાઇઝર યોગ કોચ, યોગ ટ્રેનર વગેરે કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x