મોડાસા તાલુકાના સરડોઈ ગામ ના જુદા જુદા ક્ષેત્રમાં સમાજસેવા શિક્ષણ ઘાર્મિક ક્ષેત્રે યોગ્ય પ્રદાન કરતા તેમને રાજસ્થાનના જયપુર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા તારીખ 29 ના રોજ જ્ઞાન વિહાર ખાતે આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન માં સરડોઈ ના શ્રેષ્ઠી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર નુ આખા ગુજરાત માં થી ઈન્ડિયન ડાયમંડ ડિગનિટી એવોર્ડ 2024 નો સન્માનનીય અતિ વિશિષ્ટ અતિથિ તરીકે પ્રથમ સ્થાને પસંદ કરવામાં આવ્યા હતા ત્યારે ભવ્યા ફાઉન્ડેશન ના આધ સ્થાપક શૈલેન્દ્ર માથુરજી અને નિર્દેશક નિશા માથુરજી દ્વારા સન્માનપત્ર ટોફી મેડલ સાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત શિક્ષણવિદ્ મયુરભાઈ મોતીભાઈ નાયક તથા સંગીતજ્ઞ હરેશભાઈ આર નાયક નુ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરડોઈ ના લોક કલા એવાડૅ વિજેતા મોતીભાઈ બી નાયકે મહાનુભાવો ની સેવા ઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા
