Monday, June 9, 2025
spot_img
HomeGujaratઆંત્રોલી પ્રાથમિક શાળા ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો

આંત્રોલી પ્રાથમિક શાળા ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો

75 મો વનમહોત્સવ એક પેડ માં કે નામ દહેગામ તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આંત્રોલી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, દહેગામ એપીએમસી ચેરમેન સુમેરુ અમીન, આરએફઓ અને સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા આ પ્રસંગે વૃક્ષારોપણ કરી લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x