Monday, June 9, 2025
spot_img
HomeIndiaUSમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો

USમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો

અલ સાલ્વાડોર દ્વારા ભારતીય પ્રવાસીઓ પર ૧૧૩૦ ડોલરની ફી ૨૦૨૩માં દાખલ કરવાંમાં આવતાં અહીંથી યુએસમાં ઘુસવાનો  પ્રયાસ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ કરતાં હતા પણ હવે યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો હોવાનું વિવિધ અહેવાલો જણાવે છે. મેક્સિકો અને અલ સાલ્વાડોરની સરહદે ચોંપ અને ખર્ચ વધતાં હવે ભારતીયો કેનેડાની સરહદથી યુએસમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું જણાયું છે. અલ સાલ્વાડોર દ્વારા ભારતીય પ્રવાસીઓ પર ૧૧૩૦ ડોલરની ફી ૨૦૨૩માં દાખલ કરવાંમાં આવતાં અહીંથી યુએસમાં ઘુસવાનો  પ્રયાસ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જો કે, બોલિવિયામાં હજી વીઝા ઓન એરાઇવલ મળતાં હોઇ અહીં પણ ઘણાં તકદીર અજમાવે છે. નવેમ્બર ૨૦૨૩ સુધી ઘણાં ભારતીયોએ નિકારાગુઆ અને અલ સાલ્વાડોરના વીઝા ફ્રી સ્ટેટસનો લાભ લીધો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x