Friday, July 4, 2025
spot_img
HomeNewsવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૪માં જન્મ દિવસ નિમિત્તે ભિલોડામાં ભાજપ સંગઠન ધ્વારા...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૪માં જન્મ દિવસ નિમિત્તે ભિલોડામાં ભાજપ સંગઠન ધ્વારા સેવાકીય કાર્યક્રમો યોજાયા

ભિલોડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધ્વારા ગુજરાત રાજયના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૪માં જન્મ દિવસ નિમિત્તે ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, કેવલભાઈ જોષીયારા, મનોજભાઈ પટેલ, કિર્તીભાઈ બારોટ, રામઅવતાર શર્મા સહિત ભિલોડા તાલુકાના ભાજપના તમામ મોરચાના હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સહકારી આગેવાનો, શક્તિ કેન્દ્રના પ્રમુખ / પ્રભારી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભિલોડામાં શહિદ સ્મારકમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x