ભાદરવા સુદ ચૌદસ મંગળવારના દિવસે મોડાસા શહેરમાં ભક્તિ ભાવ અને DJ ના તાલે ભગવાન ગણેશજીને વિદાય આપવામાં આવી હતી ભક્તોએ સવારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને બપોર પછીથી વાજતે ગાજતે એક પછી એક ભવ્ય ગણેશજીની મૂર્તિઓ સાથે ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા.

ગણપતિ મહોત્સવની મંગળવારે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણાહુર્તી થઇ છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં વિઘ્નહર્તાની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે વિદાય આપવામાં આવી હતી. અબીલ, ગુલાલ ઉડાડી ડીજેના તાલે ભકતો અગલે બરસ તુ જલ્દી આના, ગણપતિ બાપ મોરીયાના નાદ સાથે ગુંજી ઉઠીયા હતાં વિવિધ સોસાયટીઓમાં નિકળેલી ગણેશ વિર્સજનની ભવ્ય શોભાયાત્રામાં ભકતોનું ઘોડાપુર ઉમટયુ હતુ. મોડાસાના ઓધારી તળાવમાં ભગવાન વિધ્નહર્તાને જળમાં ડુબાડી વિદાય આપવામાં આવી હતી. ગણેશ મહોત્સવની શરૂઆતથી ભકતોમાં ખુબજ ઉત્સાહ જોવા મળતો હતો. ગણેશ ચતુર્થીના દિવસથી વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટી, ઘર તથા સાવર્જનીક સ્થળોમાં વિધ્નહર્તા ગણપતિ દાદાની સ્થાપના કરી આરતી,પૂજા કરવામાં આવતી હતી. અને અંતે ગણપતિ દાદાને અનંત ચતુર્થીના દિવસે ડીજેના તાલે શોભાયાત્રા નિકાળી વિદાય આપવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન નગરપાલિકા સ્ટાફ તથા પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યા હતા જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઉભી ના થાય અંતે ભક્તોએ ભાવપૂર્વક વિઘ્નહર્તા ને વિદાય આપી હતી.