વિદ્યાર્થીઓમા ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના વાદ્ય કૌશલ્ય વિગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમા રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડી શકાય તે હેતુથી માણસા તાલુકાના ઇટાદરા પ્રા. શાળા નં.2 ખાતે પ્રેરિત ગરવી ગુજરાત થીમ આધારીત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ઇટાદરા ક્લસ્ટરની કુલ સાત શાળાઓના કુલ ૨૮ બાળકોએ જુદા જુદા વિભાગોમાં ભાગ લીધો હતો. જેમા વિજેતા વિદ્યાર્થિઓને પ્રથમ, દ્ધિતીય અને તૃતીય નંબર અનુક્રમે 300, 200 અને 100 રૂપિયાનુ ઇનામ આપવામા આવ્યુ હતુ. કલા ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર તથા રાઇટીંગ પેડ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામા આવ્યા હતા.

ક્લસ્ટર કો.ઓ.હસમુખભાઇ ચૌધરી દ્વારા સર્વે બાળકોને ભાગ લેવા બદલ અભિનંદન પાઠવવામા આવ્યા હતા. સમગ્ર માહિતી ઇટાદરા પ્રાથમિક શાળા નં.-2ના આચાર્ય નિલેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.