મહીસાગર જિલ્લા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ચારની અટકાયત કરી છે. સંતરામપુર તાલુકાના વાંકાનાડા પાસે શંકાસ્પદ MD ડ્રગ્સનો જથ્થો લઈ મધ્ય પ્રદેશથી સંતરામપુર તરફ ચાર શખ્સો કાર લઈને આવી રહ્યા હતા.

જેમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 4.5 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે
જેની અદાજીત કિંમત 4.50 લાખ થાય છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.