મોડાસાના ભેરુંડા રોડ પર આવેલ વોર્ડ નંબર 8 ની રસિદાબાદ સોસાયટીની
ગટરની પાઇપલાઇનમાં ભંગાણ થવાથી ગટરનું પાણી રોડ ઉપર ઉભરાયું. ગટરનું પાણી રોડ ઉપર ઉભરાતા ઠેર ઠેર ગંદુ પાણી ભરાયું. ગંદા પાણીના કારણે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારતી હોવાથી નજીકના રહીશો પરેશાન. રસ્તા પર અવરજવર કરવા માટે પણ ત્યાંના રહીશો પરેશાન.
