ભિલોડા તાલુકાના ધોલવાણી ગામની હાઈસ્કુલમાં ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય ચારિત્ર્ય અને રાષ્ટ્રીય સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સ્વરૂપ સુસંસ્કૃત રાષ્ટ્રીય ભાવના ના સ્વપ્ન ને સાકાર કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ હતી.સાંસદ શોભનાબેન બારૈયા, સાબરડેરી ડીરેક્ટર કાંતીભાઈ પટેલ, સાબર સેવા સંઘ, પાલ્લા – બી.ટી.નાયી, ભારત વિકાસ પરિષદના પ્રભારી નીપાબેન કડીયા, જય અંબે વિસામા ટ્રસ્ટ – પ્રમુખ હર્ષદભાઈ સોની, શિક્ષક પેન્શનર સંઘના ધુળાભાઈ પ્રજાપતિ, પુર્વ સરપંચ મનોજભાઈ પટેલ સહિત સામાજીક આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિમાં ભિલોડા તાલુકાની ૨૨ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાની ૨૫ ટિમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.વિજેતા ટીમ ગુજરાત રાજયકક્ષાએ ભાગ લેશે, ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા – પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા – સંયોજક શૈલેષભાઈ સોની, જગદીશભાઈ પટેલ, ભરતભાઈ પ્રજાપતિ, રામઅવતાર શર્મા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, રાજુભાઈ પટેલ, સુરેશભાઈ પ્રજાપતિ સહિત હોદ્દેદારો, કારોબારી સભ્યોએ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. લોક-ડાયરા ના કલાકાર ભીખુદાન ગઢવી, ઈશ્વરભાઈ પટેલ એ નિર્ણાયકની ભુમિકા અદા કરી હતી.કાર્યક્રમ નું સંચાલન શરદભાઈ બારોટ એ કર્યું હતું.ધોલવાણી હાઈસ્કુલ સંચાલક મંડળના ટ્રસ્ટી વિનુભાઈ જોષી, કાંતિભાઈ પંચાલ, સવજીભાઈ પટેલ, આચાર્ય યશવંતભાઈ પટેલ, શિક્ષકોએ સ્થળ, વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.ધોલવાણી હાઈસ્કુલ, પ્રાથમિક શાળાના તમામ બાળકો, સ્પર્ધક બાળકો, શિક્ષકો માટે દાતા પરીવારના સહયોગથી સમૂહ ભોજન નું આયોજન થયું હતું.
