દિલ્હી ખાતે નેશનલ ચેમ્પિયનશીપ 5 દિવસથી ચાલી રહી છે. જેમાં બોલિંગ ગેમમાં ગુજરાતની મેલ અને ફીમેલ ટીમે ભાગ લીધો હતો. ગુજરાત ટીમે બીજો ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ જીત્યો હતો અને મિક્સ ગેમમાં ગોલ્ડ મેડલ જેમાં પ્રથમ નંબર પર ગુજરાત ટીમ વિજેતા થઈ હતી. જેમાં માણસા તાલુકાના ધોળાકુવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સ્પેશિયલ એજ્યુકેટર આશાબા ગોહિલે બોલિંગ કોચ તરીકે ગુજરાત ટીમનું સુકાન સંભાળ્યું અને ગુજરાતની ટીમને ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. જેમાં બે એથલિટ ફિમેલ અને બે મેલે ભાગ લીધો હતો. અને સમગ્ર ટીમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. વધુમાં ગુજરાતની બોલિંગ ટીમ પુરુષ અને મહિલા એથ્લીટ ટીમે બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે મિક્સમાં ગુજરાત ટીમના ચાર એથલીટએ ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. કોચ આશાબા ગોહિલ અને કોચ ઈલેશભાઈએ સમગ્ર ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
