ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા ધ્વારા આયોજીત ભિલોડા તાલુકા કક્ષાની રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા નું વિશેષ આયોજન ધોલવાણી હાઈસ્કુલમાં કર્યું હતું.ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામની બોલુન્દ્રા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.બોલુન્દ્રા પ્રાથમિક શાળા નું ગૌરવ વિદ્યાર્થીઓએ વધારવા બદલ આચાર્ય સહિત સ્ટાફ પરીવારે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધામાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને ઉત્સાહભેર બિરદાવ્યા હતા.
