Monday, June 9, 2025
spot_img
HomeNewsબામણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વયંશિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ

બામણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વયંશિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ

શ્રી બામણા – પુનાસણ મધ્યસ્થ સ્કુલ કેળવણી મંડળ સંચાલિત એસ.એચ.જોષી અને બી.કે.જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બામણામાં પ્રિન્સિપાલ અક્ષયકુમાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ‘સ્વયંશિક્ષક દિનની’ ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.બામણા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. અંતર્ગત પોગ્રામ ઓફિસર પ્રા. બ્રિજેશભાઈ પંચાલ દ્વારા કર્યું હતું.પ્રા. રાહુલભાઈ ડામોર એ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.સ્વયંશિક્ષક દિન નિમિત્તે એક દિવસીય પ્રિન્સિપાલની સંપુર્ણ જવાબદારી સંસ્કૃતિબેન ભટ્ટ એ નિભાવી હતી.અન્ય વિદ્યાર્થીઓ કે, જેઓ અધ્યાપકો બનેલ તેમણે સુંદર શૈક્ષણિક કાર્ય સંભાળ્યું હતું.સ્વયંશિક્ષક દિન નિમિત્તે ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવ્યા હતા.આભાર-વિધિ પ્રા.આઝાદસિંહ મકવાણાએ કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x