અરવલ્લી જીલ્લાના ભિલોડામાં હાર્દસમા રહેણાંક ભુલવણી વિસ્તારમાં વર્ષો જુનું શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર પાવન શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથ શિવ શંકર ભગવાનના શિવલિંગ પર અલૌકિક શણગાર ભાવિક ભક્તોએ કર્યો હતો.ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર પુજન, અર્ચન કરીને શિવ શંકર ભગવાન આરાધના ભાવિક ભક્તોએ કરી હતી.શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તો ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર દર્શનાર્થે ઉમટયા હતા.પવિત્ર પાવન શ્રાવણ માસની પુર્ણાહુતી નિમિત્તે સોમવતી અમાસ અને શ્રાવણીયા છેલ્લા સોમવારે રાત્રે સમુહ આરતી નું ભવ્યાતિભવ્ય આયોજન શિવ ભકત ચેતનસિંહ કચ્છાવા, લલીતભાઈ પંડયા સહિત અનેક ભકતજનોએ કર્યું હતું.*
