અરવલ્લી જિલ્લા પ્રાંત ઓફિસર હાર્દિક બેલડીયા ના અધ્યક્ષ સ્થાને માલપુર મામલતદાર બી.બી.પટેલ સાહેબનો વય નિવૃત્તિ અંતર્ગત વિદાય સન્માન સમારંભ માલપુર તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.. સતત 36 વર્ષની અવિરત સેવા પછી વય નીવૃત્તિ અંતર્ગત વિદાય લઈ રહેલા માલપુર મામલતદાર બી.બી પટેલની સેવાઓની સૌ ઉપસ્થિત અધિકારીઓ યાદ કરીને તેઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી.. આ પ્રસંગે માલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા દ્વારા માલપુર મામલતદાર શ્રી બી બી પટેલ સાહેબ ના સાદગીના પ્રસંગો ને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.. જે પ્રસંગે માલપુર તાલુકા વિકાસ અધિકારી ભૌમિકસિંહ રાઠોડ, માલપુર ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય, તેમજ વિવિધ સરકારી કચેરીઓ ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…
