Thursday, June 12, 2025
spot_img
HomeNewsઅરવલ્લી : સાઠંબા પોલીસે નકલી SDM ની ધરપકડ કરી

અરવલ્લી : સાઠંબા પોલીસે નકલી SDM ની ધરપકડ કરી

અરવલ્લી માં નકલી એસ. ડી.એમ ઝડપાયો. પોલીસે તેની ધરપકડ કરી છે પણ આ વાત ચાર દીન કી ચાંદની ની જેમ સરકાર અને લોકો ભૂલી જસે ,કારણ કે ત્રણ ચાર મહિના અગાઉ આપણાં મોડાસા અરવલ્લી માં ખુલ્લે આમ ચાલતી નકલી કચેરી બાબતે તપાસો સોંપાઈ,સમિતિ નિમાઈ, સમિતિ નો રિપોર્ટ ચાર મહિને જાહેર થયો શું થયું તે સરકારી તંત્ર જાણે બિચારી બાપડી પ્રજા તો એક વખત ઢોલ વગાડીને તંત્ર ને બતાવ્યું .લોકો નકલી સિંચાઇ કચેરી નો તપાસ અહેલાલ બંધ કવર માં છે તે સાપ છે કે ઘો એતો તપાસ સમિતિ જાણે. આમ અરવલ્લી જિલ્લા માં ખાનગી માં કેટલું નકલી અને અસલી ચાલે છે તે પણ તપાસ નો વિષય છે.વાત એમ છે કે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રામ પંથકમાં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી. જ્યાં આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ), ડે.કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ.કાર્ડ બતાવી જણાવ્યું હતું કે, તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ – 2022થી રેવન્યુ વિભાગમાં એસ.ડી.એમ. તરીકે ફરજ બજાવે છે. સાઠંબા પોલીસને તો ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તે એક ગુના અર્થે તપાસ માટે વિસ્તારમાં ગઈ. જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીએ પોતે એસ.ડી.એમ. તરીકેની ખોટી ઓળખાણ આપી હતી. એટલું જ નહિ તે વર્ષ 2019થી 2021 દરમિયાન પાટણમાં DSOમાં ફરજ બજાવતાં હોવાનું પણ જણાવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x