Monday, June 9, 2025
spot_img
HomeNewsભિલોડા તાલુકામાં ક્લોરિનેશન ડ્રાઈવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભિલોડા તાલુકામાં ક્લોરિનેશન ડ્રાઈવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીની સુચના અનુસાર ભિલોડા તાલુકામાં ક્લોરિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત અરવલ્લી જીલ્લા આરોગ્ય અધિકારી, ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી મારફતે ભિલોડા તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં ક્લોરીનેશન ડ્રાઈવ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી.પ્રજાજનો ને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, પાણી જન્ય રોગો ચોમાસામાં ન થાય તે હેતુથી આરોગ્ય કર્મચારીઓ મારફતે ભિલોડા તાલુકાના વિવિઘ ગામોમાં પીવાના પાણીના અનેક સ્ત્રોતોમાં ગ્રામ પંચાયતોના સહકારથી અને આરોગ્ય કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ ક્લોરીનેશન કામગીરી હાથ ધરવામાં આવેલ પ્રજાજનોની સાથે ગ્રુપ મીટીંગ મારફતે પાણી જન્ય રોગો ન થાય તે માટે ગ્રુપ મીટીંગ કરી આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં આવેલ હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x