મોડાસામાં અતિવૃષ્ટિને કારણે પડતી તકલીફો દૂર કરવા બાબત મખદુમ ગ્રુપ દ્વારા સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા ની મુલાકાત. અરવલ્લીના મોડાસા શહેર ના કેટલાક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા જેમાં વોર્ડ નંબર સાત આઠ નવ ના રહીશો છેલ્લા પાંચ દિવસથી એમને પડતી તકલીફ અને અગવડતાને લઇ મોડાસા ના મખદુમ ગ્રુપ દ્વારા મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ તેમજ જિલ્લા કલેકટર પ્રશાસિત પરીખ અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા ની મુલાકાત લેવાઈ હતી તેમજ અતિવૃષ્ટિના કારણે રહીશોને પડતી અગવડતા વિશે વિસ્તૃત થી રજૂઆત કરવામાં આવી હતી તેવું મખદુમ ગ્રુપના હનીફ ભાઈ સિંધવા દ્વારા જાણવા મળેલ.
