Sunday, June 8, 2025
spot_img
HomeNewsમાણસા-ઇટાદરા રોડ ઉપર મોટો ખાડો પડ્યોઃ વાહનચાલકોને મુશ્કેલી મુકાયા

માણસા-ઇટાદરા રોડ ઉપર મોટો ખાડો પડ્યોઃ વાહનચાલકોને મુશ્કેલી મુકાયા

માણસા પંથકમાં ધોધમાર વરસાદ બાદ ઠેર-ઠેર ખાડાઓ પડ્યા છે. એમાંય ખાસ કરીને માણસા-ઈટાદરા રોડ પર રાધે ગ્રીન્સ ફ્લેટ સોસાયટીની સામે રોડ ઉપર મોટો ખાડો પડ્યો છે. જેના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડામાં પાણી ભરાઈ રહેવાના કારણે તથા આસપાસ રોડ બિસ્માર થઈ જવાના પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠી રહ્યા છે.

ખાસ કરીને રાત્રે અંધારામાં મોટો ખાડો ન દેખાવાના કારણે ટુ-વ્હિચલ ચાલકો તથા વાહનચાલકો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. માણસા નગરપાલિકા તંત્ર તાત્કાલિક ખાડાનું સમારકામ કરે તેવી સોસાયટીના રહીશો, વાહનચાલતો તથા રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x