ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. જાણીતા ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સામે ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો.

વિજય સુવાળા સહિત આઠ આરોપી સામે ગુનો નોંધાયો હતો. પોલીસે વિજય સુવાળાને નોટિસ આપતાં પોલીસ સ્ટેશન હાજર થયા હતા. ચાર આરોપી, જેઓ પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે, તેમને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવા કહ્યું છે . ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે. કનુ દેસાઈ નામના વ્યક્તિ એ ઓઢવ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી હતી.બંને વચ્ચે અંગત કારણોસર ઝગડો થયો હતો