Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસામા ભારે વરસાદથી લક્ષ્મી શોપિંગ સેન્ટર મોબાઇલ માર્કેટની દુકાનો પાણીમાં ગરકાવ

મોડાસામા ભારે વરસાદથી લક્ષ્મી શોપિંગ સેન્ટર મોબાઇલ માર્કેટની દુકાનો પાણીમાં ગરકાવ

મોડાસા એસટી બસ સ્ટેન્ડ સામે આવેલ લક્ષ્મી શોપિંગ સેન્ટર મોબાઇલ માર્કેટમાં દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે દુકાનોમાં મોબાઈલ તથા એસેસરીઝ અને ફર્નિચર પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે તેમજ અનેક સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છેકેટલીક સોસાયટીઓ તો હજુ એવી પણ છે કે જ્યાં પાણી ઉતરતું જ નથીલોકોને જીવન જરૂરિયાતની દૂધ શાકભાજી જેવી વસ્તુઓ માટે વલખાં મારવા પડે છેસાથે બજારોની કેટલીક દુકાનોમાં હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે જેનો કોઈ નિકાલ થતો નથીમોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયેલ છે ત્યાંના મોબાઇલ માર્કેટના વેપારીઓ સ્વ ખર્ચે પાણીનો નિકાલ કરી રહ્યા છેતેમજ કડિયાવાળા જવાના માર્ગ ઉપર રાધાબેન ના દવાખાના પાસે કેટલીક કાપડની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છેવેપારીઓને લાખો રૂપિયા નું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છેહાલ તો વેપારીઓ ભગવાન ભરોસે ચાલી રહ્યા છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x