Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી : મોડાસાનો માજુમ ડેમ ઓવરફ્લો થતા 2700 ક્યુસેક પાણી છોડાયું

અરવલ્લી : મોડાસાનો માજુમ ડેમ ઓવરફ્લો થતા 2700 ક્યુસેક પાણી છોડાયું

મોડાસા અને આસપાસના વિસ્તારોમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કોતરો કોઝવે છલકાયા છે અને નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે. ગત રોજ માજુમ ડેમમાં પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમ ઓવરફલો થયો છે.

ડેમની મુખ્ય સપાટી 157.10 મીટર છે ત્યારે ડેમના ત્રણ દરવાજા ખોલીને 2700 ક્યૂસેક પાણી માજુમ નદીમાં છોડવામાં આવ્યું છે.ડેમમાં પાણીની આવક થતા રૂલ લેવલ જાળવવું જરૂરી હોવાથી હાલ 2700 ક્યુસેક પાણી છોડ્યું છે. પાણી છોડતા આગળના કિનારાના 35 ગામડાઓને તંત્ર દ્વારા સતર્ક કરાયા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x