વિદ્યાર્થીઓ આપણા ભવ્ય સાંસ્કૃતિક /ધાર્મિક વારસાથી વાકેફ થાય તેમજ વારસાનું જતન થાય તે હેતુથી મોડાસા નગરની શ્રી સી .જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ દ્વારા તારીખ: 24 /08 / 2024ને શનિ વારના રોજ જન્માષ્ટમી નંદ મહોત્સવ નું ઉલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું .”શાળાના પટાંગણ માં ભગવાન શ્રીકૃષ્ણ જન્મ વધાઈ ના વિવિધ કાર્યક્રમો રાસ ગરબા મટકી ફોડ અને શાબ્દિક પ્રવચન દ્વારા શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ ના મહત્વની વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી .શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીકૃષ્ણ ભગવાન ના જન્મ વધામણી ના સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા. આ પર્વ ઉજવણીમાં ઉપસ્થિત મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બીપીનભાઈ ર .શાહ માનદ મંત્રી શ્રી કે કે શાહ ,માનદ મંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, શાળાના કર્મનિષ્ઠ પ્રિન્સિપાલ શ્રી ડો.આર સી મહેતા સુપરવાઇઝર શ્રીમતી સુધાબેન પ્રાથમિક વિભાગના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ એ વિદ્યાર્થીઓને મહોત્સવમાં આપણા જીવનના રાહ બળ શ્રી કૃષ્ણ જીવન લીલા વિશે ની માહિતી આપી હતી.
