સશક્ત નારી સશક્ત ભારત સરકારની પહેલ અનુક્રમે આજરોજ મોડાસાની સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રુટ -પૌષ્ટિક બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું
સ્ત્રી અશક્ત હશે તો આવનાર બાળક કુપોષિત અવતરે તેને ધ્યાનમાં લઈને સશક્ત ભારત બનાવવું હોય તો સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર મળવો જરૂરી છે તેને ધ્યાનમાં લઇ મોડાસા ની સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં સગર્ભા બહેનોને તાજા ફ્રુટ પૌષ્ટિક બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ જાયન્ટ્સ ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનીતાબેન પટેલ જાયન્ટ્સ મોડાસા સહિયર ના ઉપપ્રમુખ દક્ષાબેન ભાવસાર મંત્રી છાયાબેન સોની પ્રોજેક્ટ ડાયરેક્ટર અમિતાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા
