અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં આગામી તહેવારોને અનુલક્ષીને રેસ્ટોરન્ટ તથા ખાસ કરીને સ્વીટ માટની દુકાનોમાં મીઠાઈ ફરસાણ તથા ખાદ્યચીજ વસ્તુઓની ફૂડ એન્ડ ડ્રગ્સ ડેઝિકનેટેડ ઓફિસર સાબરકાંઠા અરવલ્લી શ્રી બી એમ ગણાવાના આદેશથી ફુડ ઇન્સ્પેક્ટર કે કે ચૌધરીએ અલગ અલગ જગ્યાએ આકસ્મિક તપાસ હાથ ધરીને શંકાસ્પદ નમૂના લઇ. તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરેલ છે
મોડાસામાંથી નીચે મુજબ સ્વીટ માટમાથી નમુના લીધેલ છે
માં ભગવતી મીઠાઈવાલે માંથી મલાઈપેડા કાજુકતરી બેસન લાડુ અને ઈલાયચી બરફી
મેં જય ભવાની રસમલાઈ ચોકલેટ બરફી થાબડી પેંડા વાઈટ પેંડા અને કાજુ અંજીર રોલ
મેં મખનભોગ સ્વીટ માર્ટ એન્ડ ફરસાણમાથીપેડા મોહનથાળ
આમ મોડાસામાથી કુલ 10 સેમ્પલ ભરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
