Monday, June 9, 2025
spot_img
HomeNews**જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત અરવલ્લી ઝોન કક્ષાનો માસ્ટર ટ્રેનર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો**

**જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત અરવલ્લી ઝોન કક્ષાનો માસ્ટર ટ્રેનર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો**

સમગ્ર શિક્ષા દ્વારા તા.૨૨-૦૮-૨૦૨૪ ના રોજ અરવલ્લીની શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી હાઇસ્કુલ ખાતે જ્ઞાનકુંજ (સ્માર્ટ ક્લાસ) પ્રોજેક્ટ (ફેઝ-૫) અંતર્ગત અરવલ્લી ઝોન કક્ષાની માસ્ટર ટ્રેનર્સ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તાલીમમાં ઇ કન્ટેન્ટ, સોફ્ટવેર અને ટુલ્સનો ઉપયોગ અને સમગ્ર સ્માર્ટ ક્લાસના સંચાલન, સામાન્ય સમસ્યાના નિવારણ તેમજ સ્માર્ટ ક્લાસ દ્વારા વર્ગખંડ શિક્ષણ કાર્ય કરવાની સમજણ આપવામાં આવી હતી તજજ્ઞશ્રી પ્રવીણભાઈ સુથારે માસ્ટર ટ્રેનર શિક્ષકે સુંદર તાલીમ આપી હતી.આ તાલીમ અંતર્ગત તૈયાર થયેલ માસ્ટર ટ્રેનરએ પોતાના જિલ્લામાં જ્ઞાન કુંજ વર્ગખંડ નોડલ શિક્ષકને તાલીમ આપવાની રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નૈનેશકુમાર દવેએ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ બની રહે અને સંકલ્પોનું ખરા અર્થમાં દ્રઢીકરણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી માસ્ટર ટ્રેનર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ઝોન કક્ષાની આ તાલીમ વર્ગનું સફળ આયોજન અને સંચાલન જિલ્લા એમ.આઇ.એસ કો.ઓડીનેટર શ્રી શબ્બીરઅહેમદ વિજાપુરા અને મદદનીશ જિલ્લા કો.ઓર્ડિનેટર (કયુ.ઇ.એમ) શ્રી મહેશકુમાર ભુનાતર તેમજ બી.આર.સી.કો.ઓર્ડિનેટર મોડાસા અને સી.આર.સી.કો.ઓર્ડિનેટર મોડાસા-૧ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝોન કક્ષાની આ તાલીમમાં અરવલ્લી,મહેસાણા,સાબરકાંઠા,બનાસકાંઠા અને પાટણ એમ ૫ જિલ્લાના માસ્ટર ટ્રેનર શિક્ષકોએ ભાગ લીઘો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x