Monday, June 9, 2025
spot_img
HomeNewsબાયડ તાલુકાના ગાબટ ગ્રામ પંચાયતમાં આવતા જુના ભાઈપુરા ગામના લોકો આઝાદીના (૭૮)...

બાયડ તાલુકાના ગાબટ ગ્રામ પંચાયતમાં આવતા જુના ભાઈપુરા ગામના લોકો આઝાદીના (૭૮) વર્ષ પછી પણ વિકાસ થી વંચિત……..

બાયડ તાલુકાના ગાબટ ગ્રામ પંચાયત માં આવતા જુના ભાઇપુરા ગામના લોકો રોડ રસ્તા લાઈટ ની સુવિધા હજુ એ એમના ગામ સુધી પોચી નથી .એક બાજુ ગુજરાત સરકાર વિકાસ ની વાતો કરે છે ત્યારે આવા માં જુના ભાઇપુરા (ગાબટ) રોડ રસ્તા અને રોડ પર લાઈટ ની પણ કોઈ સુવિધા નથી.આવા માં ગામલોકો ને ત્યાં થી નીકળવું પણ મુશ્કેલ બને છે.રાત્રીના સમયે તો અંધારપટ છવાયેલો રહેતા ગામના લોકો ને રસ્તો પણ દેખાતો નથી આવામાં વાહન લઇને પણ નીકળાય એવી પરિસ્થિતિ નથી તો ચાલીને પણ કેવી રીતે જવું તે પ્રશ્ન છે.અત્યારે ચોમાસામાં તો બહુ ખરાબ પરિસ્થિતિ નો સામનો ગામના લોકો ને કરવો પડતો હોય છે. ચોમાસામાં તો વરસાદ પડે તો રસ્તો જ બંધ થઈ જાય છે.ગામના એક જાગૃત યુવાન દ્વારા પણ સોશિયલ મીડિયા માં રસ્તા નો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.ગામના લોકો ની માંગ છે કે ગાબટ ગ્રામ પંચાયત દ્વારા સત્વરે ગામના આ રસ્તા નું સમારકામ કરવામાં આવે અને રોડ પર લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવે જેથી ગામના લોકો ને આવા જવામાં રાહત મળે…. બાઈટ .કિસ્મત સિંહ.( જૂના ભાઇપૂરા)..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x