સાબરકાંઠા જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા સંચાલિત 68મી SGFI(સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ની રમતો 9 ઑગષ્ટથી યોજાઈ હતી.

હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે બુધવારે જિલ્લાકક્ષાની વોલીબોલ અને સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન જિલ્લા રમતગમત અધિકારી ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ હાલમાં કાર્યરત ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા ભારતના ખેલાડીઓની જેમ ગુજરાતની આવનારી પેઢી પણ રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તેવા શુભઆશિષ સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતું.