પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા તાલુકાના સરથુણાં ગામના વતની સુજીબેન ડામોર પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ગુજરાતના કડાણા તાલુકાના બચકરીયા ગામે પતિ મનોરભાઈ ડામોર સાથે બાઈક પર આવી રહ્યા હતા. તે દરમિયાન કડાણા તાલુકાના સાયા મહુડા ગામે આવતા તેમનો અકસ્માત થયો હતો.

જેમાં તેઓની બાઈકનો અન્ય બાઈક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા મનોરભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે લુણાવાડા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું પણ મોત નીપજ્યું હતું.